મધ્યાહન ભોજન યોજના (Madhyan Bhojan Yojana) – Gujarat Yojana 2022-23

મધ્યાહન ભોજન યોજના 2023 (Madhyan Bhojan Yojana 2023): ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી ધોરણ ૧ થી ૮ ના બાળકોને બપોરે વિનામૂલ્યે ભોજન પૂરું પાડવા માટે સરકારશ્રી દ્વારા મધ્યાહન ભોજન યોજના ચાલુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી આ યોજનામાં ભોજન માટે થતા ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

લાભ કોને મળે

  • શાળામાં ધોરણ 1 થી 8 ભણતા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને આ લાભ મળશે

કેટલો લાભ મળે

  • શૈક્ષણિક વર્ષ દરમ્યાન કુલ 220 દિવસ માટે પ્રાથમિક શાળામાં ભણતા વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને મધ્યાહન ભોજનમાં વાર પ્રમાણે નીચે મુજબ જુદી-જુદી વાનગીઑ આપવામાં આવે છે.
ક્રમ વાર પ્રથમ ભોજન નાસ્તો
1 સોમવાર વેજીટેબલ ખિચડી સુખડી
2 મંગળવાર થેપલા,સૂકીભાજી ચણા – ચાટ
3 બુધવાર વેજીટેબલ પુલાવ મીક્ષદાળ / કઠોળ / ઉસળ
4 ગુરુવાર દાળ-ઢોકળી ચણા – ચાટ
5 શુક્રવાર દાળ-ભાતમુઠીયા
6 શનિવાર વેજીટેબલ પુલાવ ચણા – ચાટ
મધ્યાહન ભોજન યોજના 2023 (Madhyan Bhojan Yojana 2023)

આપણા ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના 2022 ની શરૂઆત વર્ષ ૧૯૮૪માં થઈ છે. મધ્યાહન ભોજન યોજના 2023 નો ખર્ચ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ચુકવવામાં આવે છે, જેમાં આ યોજનાના કુલ ખર્ચના ૭૫% કેન્દ્ર સરકાર અને ૨૫% ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પુરો પાડવામાં આવે છે. આમ, સરકારી પ્રાથમિક શાળાઓના વિધાર્થીઓને ફ્રી માં ભોજન પુરું પાડવામાં આવે છે.

લાભ કયાથી મળે

  • દરેક પ્રાથમિક શાળાના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને લાભ મળે છે.

કયા કયા પુરાવા જોઈએ

  • વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હોવા જોઈએ.

રાજ્ય સરકારશ્રી દ્વારા જિલ્લાના જે તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવા તાલુકાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન યોજના 2023 (Madhyan Bhojan Yojana 2023) તેમજ દૂધ સંજીવની યોજના અંતગર્ત વિધાર્થીઓ અને વિધાર્થીઓને અઠવાડિયામાં પાંચ દિવસ ( સોમવાર થી શુક્રવાર ) 200ML ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે.

આમ, ગુજરાત સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસથી બાળકોને શાળામાં જ વિનામૂલ્યે, પોષણયુક્ત, આરોગ્યપ્રદ ભોજન શાળા સમય દરમિયાન મળી રહે તે માટેની સુંદર યોજના અમલમાં આવેલી છે. જેમાં રાજ્યભરમાં રોજેરોજ આશરે એક કરોડ બાળકો આ યોજના હેઠળ ભોજન મેળવે છે. જેમાં આપણાં વિસ્તારના બાળકો પણ રોજેરોજ શાળામાં ભોજન મેળવે છે.

ટોલ ફ્રી નંબર : 1800 233 7965

Madhyan Bhojan Yojana call Numbar

ટોલ ફ્રી નંબર : 1800 233 7965

One thought on “મધ્યાહન ભોજન યોજના (Madhyan Bhojan Yojana) – Gujarat Yojana 2022-23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *