સરસ્વતી સાધના સાયકલ યોજના / Saraswati Sadhana Yojana / Gujarat Yojana 2022-23

સરસ્વતી સાધના સાઇકલ યોજના ( Saraswati Sadhana Yojana 2022-23 ) અનુસુચિત જાતિની કન્યાઓ માટે છે. ધોરણ 9 માં અભ્યાસ તેમજ મુસાફરી કરતી કન્યા માટે છે. તે દરરોજ બસ મારફત કે ચાલીને સ્કૂલે જતી હોય છે. સરકાર આ બાબતે વિચાર કરીને યોજના લાવી છે. અનુસુચિત જાતિની કન્યા વધારે અભ્યાસ કરી આગળ વધે. ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તેના માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. નાની વયના બાળકો તેમજ બાળકીઓ સ્કૂલે કે બાલ મંદિરમાં જતાં થાય તેના માટે પણ મધ્યાહન ભોજન યોજના અમલમાં છે.

કોને લાભ મળે

  • અનુસૂચિત જાતિની ધો. 9 માં અભ્યાસ કરતી કન્યાઓને કન્યા કેળવણીને ઉતેજન આપવાના હેતુથી કન્યાઓને અંતરની મર્યાદા વગર શાળાએ આવ-જા કરતી કન્યાને સાયકલ સહાય આપવામાં આવે છે.
  • આ યોજના અંતગર્ત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ. 1,50,000/- તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- છે.

લાભ કયાથી મળે

  • નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ ( શહેરી વિસ્તાર માટે).
  • જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી , જિલ્લા પંચાયત ( ગ્રામ્ય વિસ્તાર માટે ).
  • સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ( સંબંધિત તાલુકામાં ) સહાય માટે અરજી કરી શકે છે.

કેટલો લાભ મળે

  • આ યોજનામાં ભેટ સ્વરૂપે સાયકલ સહાય આપવામાં આવે છે.

કયા કયા પુરાવાઓ જોઈએ

  • આવકનો દાખલો.
  • જાતિનો દાખલો.

નોંધ :- આ યોજના અંતગર્ત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ વિધાર્થીનીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *